ચાલુ સીઝનમા 1000થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળશે
નર્મદાના જેટલા કેન્દ્ર પર ટીમરુપાન વેચવા આદિવાસીઓ ઉમટ્યાં
ટીમરૂપાન ના 100 સ્ટાન્ડર્ડ પૂળા ના 130રૂ નો નવો ભાવ નિગમે આપ્યો
આદિવાસીઓને સારા ભાવ મળતાં ખુશ ખુશાલ
આ વર્ષે ઇન્ડોર, ગોધરા, વડોદરા, નડિયાદના વેપારીઓમાલ લેવા ઉમટ્યા
કરોડોનું ટર્ન ઓવર કરતો બીડી ઉદ્યોગ
વૈશાખ મહિનો આવે એટલે બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુપાનની સીઝન શરૂ થઇજાય છે.નર્મદામા ટીમરૂપાનના સૌથી વધુ ઝાડો આવેલા છે. ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય આદિવાસીઓ માટે ટીમરુનાં પાન પૂરક રોજગારીનુ સાધન ગણાય છે .
ગયે વર્ષે કોરોનાઅને લોકડાઉનમા આદિવાસીઓ માટે રોજગાર ધંધા બંધ પડી ગયા હતા પણ આ વર્ષે કોરોનાનું સંકટ ઘટતા હાલ નર્મદામા ટીમરું પાન એકત્રિકરણ અને વેચાણ ખરીદીની મોસમ શરૂ થઈ છે.
એપ્રિલ મેં માસની સીઝન મા આદિવાસીઓ એટલું સારી કમાવી લે છે કે ટીમરૂપાનની આવકમાથી આદિવાસીઓ ઘરના આખાનો લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે.આમ ટીમરૂ પાન આદિવાસીઓ માટે ઉત્તમ રોજગારી નું સાધન બન્યા છે.
જયારે અન્ય 7કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા, રાજપીપલા, આમલેથા, અને ગોરાના જન્ગલમાં વેપારીઓ ને હરાજી દ્વારા ટેન્ડર થી માલ વેચી દેવામાં આવ્યો છે. જેમા ચાલુ સીઝન મા 700થી વધુ કુટુંબોનેરોજગારી મળી છે તેનાથી આદિવાસીઓ નેસારી એવી આવક થઈ છે.
તેમજ નિગમ તરફથીહરાજીમાં ઉપજેલ રકમમાંથી ખર્ચ બાદ કરી જે કંઈ નાણા બચે તે પાન લાવનાર આદિવાસી સંચયકારના ખાતામાં ડાયરેકટ આર ટી જી એસ થી જમા કરવામાં આવે છે.
વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા