સુરત કોર્ટ દ્વારા આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદો
ગ્રીષ્માં વેકરિયાની કરવામાં આવી હતી નિર્મમ હત્યા
આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા થતા લોકોએ યોજ્યો ઋણ સ્વીકાર કાર્યક્રમ
પોલીસ અને સરકારી વકીલની મહેનતથી આરોપીને મળી શકી ફાંસીની સજા
ગ્રીષ્મા વેકરિયાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો
સુરત ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં ગ્રીષ્માં વેકરિયા હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી જેને લઈને સર્વ જ્ઞાતિ અભિવાદન સમિતિ દ્વારા આ કેસમાં મહેનત કરનાર પોલીસ અધિકારી, સરકારી વકીલ સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું
સુરત જિલ્લાના પાસોદરા ખાતે ગ્રીષ્માં વેકરિયા નામની યુવતીની એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણી નામના ઇસમે જાહેરમાં ઘર પાસેથી ચપ્પુ વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી જેમાં આરોપી સ્થળ પરથી જ પકડાય ગયો હતો જે ઘટના બનતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જોકે આ મામલે સરકાર ગૃહમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને કડક સૂચના આપીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને પોલીસ અધિકારીઓ રાત દિવસ એક કરીને તાત્કાલિક ધોરણે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરી હતી જેમાં સરકારી વકીલ નયન સુખડવાળાએ મહત્વનો ભાવ ભજવી આરોપી સામે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી હતી અને પરિણામ સ્વરૂપ ખુબજ ટૂંકા સમયમાં આરોપી ફેનીલ ગોયાણીને નામદાર કોર્ટે ફાંસીની સજા સાંભળાવતો હુકમ કર્યો હતો જેને લઈને ગ્રીષ્માંના પરિવારમાં ખુશી જોવા મળી હતી જોકે વરાછા વિસ્તારમાં કાર્યરત સર્વ જ્ઞાતિ અભિવાદન સમિતિ અને વરાછા કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કેસમાં જોડાયેલ તમામ વ્યક્તિ ગ્રીષ્માંના પરિવારના પડખે ઉભા રહેલ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સૌથી મહત્વનો ફાળો હતો જે પોલીસ વિભાગનો તેવા તમામ અધિકારીઓને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા જોકે પોલીસ બાદ એફએસએલ અને અન્ય ટિમ પણ કામે લાગી હતી તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સરકારી વકીલ જેમણે આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રીષ્માંના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય વિડી ઝાલાવડીયા, પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા સહિત સુરત રૂરલના રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન, સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું આગામી દિવસોમાં આવા કોઈ કેસ ન બને તે માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે અને બહેન દીકરીઓને મુશ્કેલી પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જેનાથી આવી ઘટના બનતા અટકી શકે અને ફાંસીની સજા થયા બાદ ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તે બદલ આયોજકો અને પોલીસ ને અભિનંદન પાઠવ્યા હતા
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત