Satya Tv News

નેત્રંગ એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 

2 લાખ 43 હજારની  માતબર રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી

50 લાખની રકમના ઇનામો ખેલમહાકુંભમાં જીતી ચૂક્યા છે   

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલી એકલવ્ય સાધના ઉતર બુનિયાદી વિદ્યાલયમાં ખેલમહાકુંભ 2021-22માં જિલ્લા કક્ષાએ શાળાના બાળકોએ કબડ્ડી અને એથ્લેટિક્સ રમતમાં 2 લાખ 43 હજાર  રૂપિયાના ઇનામો જીત્યા છે

ભરૂચ જિલ્લામાં વર્ષો થી  ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉતર બુનિયાદી વિદ્યાલય થવાના બાળકો જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. ઉત્કૃષ્ટ દેખાવ પાછળ શાળાના કોચનું પ્રદાન અદભુત રહ્યું છે. ત્યારે ફરી  ખેલમહાકુંભ 2021-22માં જિલ્લા કક્ષાએ શાળાના બાળકોએ કબડ્ડી અને એથ્લેટિક્સ રમતમાં 2 લાખ 43 હજાર  રૂપિયાના ઇનામો જીત્યા જે હવે RTGS દ્વારા એમના બેન્ક ખાતામાં જમા થશે. સંસ્થાના મંત્રી માનસિંહજી માંગરોલા તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ કોચ તરીકેની ફરજ બજાવતા  યાદવ મનમોહનસિંહ એ બાળકોને અભિનંદન પાઠવ્યા. શાળાના બાળકો અત્યાર સુધી 50 લાખની રકમ ના ઇનામો ખેલમહાકુંભ માં જીતી ચૂક્યા છે.   

વિડિઓ જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: