Satya Tv News

ગુજરાતના શિક્ષકોનીએકતાનો પરચો ગાંધીનગરમા દેખાયો
વિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારાહજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતેવિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો
નર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા

આજે ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું વિરાટ શક્તિપ્રદર્શનજોવા મળ્યું હતું.સૌએ એકતાનો પરચો બતાવી મહાઆંદોલનના શ્રી ગણેશાય કર્યા હતા.આજે ગાંધીનગરમા વિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડી વિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો જેમાં નર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા હતા

વિધાનસભા ચૂંટણી પહેલાં મહાઆંદોલનશરૂ થવાના એંધાણ શરૂ થયાં છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનઅંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવી અને ઘરણાંનાંકાર્યક્રમની શરૂઆતકરી છે. આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનીરચના પણ કરાઈ છે. ત્યારે આજે સોમવારેફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: