Satya Tv News

પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમાન્ડના માલિક પ્રશાંત બાંગડ તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર છે અને સુરતમાં પૈસા પહોંચાડી દેવાની વાત કરી હતી.જેથી પ્રમોદ ચૌધરીએ તેના કેશિયરને કહી 40 લાખ મહિધરપુરાની સોમા આંગડીયા પેઢી મારફતે મોકલ્યા હતા.પાંડેસરાના મિલમાલિક પાસે શ્રી સીમાંડના નામે 40 લાખ પડાવ્યા હતા

પૈસા મેળવી લીધા બાદ બાંગડ ગ્રુપના નામે ફોન કરનાર પ્રશાંત બાંગડ, પેઢીમાંથી પૈસા લેનાર રાકેશ અને કિશને ફોન બંધ કરી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે બુધવારે બાતમીના આધારે પુણા સંગીની માર્કેટ પાસે બલેનો કારમાંથી જમીન દલાલ દશરથ રાજપુરોહિત (૩૦), મોહન રાજપુરોહિત (43, બંને રહે. જાલોર રાજસ્થાન) અને દલપત વાઘેલા (39, બાડમેર, રાજસ્થાન)ને ઝડપી રોકડા 19.90 લાખ કબજે કર્યા હતા.

આ ગેંગ દેશના પ્રતિષ્ઠિત માણસ તરીકે ઓળખ આપી વોટ્સઅપ કોલ કરી લોકોને છેતરતી હતી.રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી સમાજના પ્રતિષ્ઠિત માણસોનું નામ ધારણ કરી આંગડીયાથી નાણાં મંગાવતા હતા. સુત્રધાર દશરથની અગાઉ પુણામાં અપહરણના ગુનામાં ધરપકડ થઈ છે.

error: