Satya Tv News

સુરત ચરસ સપ્લાયના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો 53 વર્ષીય યુવાન

યુનુસ શેખ સુરતમાં વોન્ટેડ જાહેર થયા બાદ જુદાજુદા શહેરોમાં ફરતો હતો

સુરતમાં ચાલતા નશાના કારોબારને નાબૂદ કરવા માટે સુરત પોલીસે લાંબા સમયથી કમર કસી ને કામગીરી કરી રહી છે ત્યારે સુરત આજુબાજુના વિસ્તારમાં ચરસ નેટવર્ક ચલાવતા કુખ્યાત લાલા ચદ્દરને ચરસ આપવાના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ પ્રૌઢને સુરત એસઓજીએ નાસિકના વડાલા ગામથી ઝડપી લીધો હતો. કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો 53 વર્ષીય યુનુસ શેખ સુરતમાં વોન્ટેડ જાહેર થયા બાદ પોલીસથી બચવા સતત ઘર બદલીને જુદાજુદા શહેરોમાં રહેતો હતો જોકે તેને ઝડપી સુરત પોલીસ મોટી સફળતા મળી છે

સુરત સહિત આજુબાજુના જીલ્લાઓમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને નશાના કારોબાર મેં તોડી પાડવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ કારોબાર કરતા લોકોને ઝડપી પાડી જેલ માં મોકલવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૧માં પોલીસ ની પરીક્ષા માંથી 91200 રૂપિયાનું 912 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ સમયે અબ્દુલ રઝાક ઉર્ફે લાલા ચદર વસીમ ખાન પઠાણ અને તેની પત્ની આશાબાનુ ને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે પોલીસે આ સમયે પૂછપરછ કરતાં ચરસનો જથ્થો જેવો નાસિકના એક વ્યક્તિ પાસેથી લાવતા હતા જેનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ઘણી વખત આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ આરોપી ઝડપાયો ન હતો ત્યારે ગતરોજ બાતમીના આધારે ચરસ સપ્લાય કરનાર નાસિકના યુનુસ શેખને નાસિકના વડાલાગામ ખાતે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો.જો કે આરોપી પોલીસ પકડથી બચવા માટે અલગ-અલગ શહેરોમાં સંતાઈને લાંબા સમયથી રહેતો હતો ગુનો કર્યા બાદ ૧૧ વર્ષે આરોપીને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી હતી પકડાયેલા આરોપી કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે

વિડિઓ જર્નલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: