કામરેજના કઠોરમાં તસ્કરો ત્રાટક્યા
રાતના અંધારામાં જાવેલર્સ ની દુકાનને બનાવી નિશાન
સોના ચાંદીના દાગીના અને રોકડની કરી ચોરી
60 કિલો ચાંદી,72 તોલા સોનુ અને 4.97 લાખ રોકડા મળી 86.57 લાખની કરી ચોરી
ચોરીની ઘટના બાદ કામરેજ, કઠોર અને સુરત ગ્રામ્ય પોલીસ થઇ સક્રિય
પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
કામરેજના કઠોર વિસ્તારમાં સોની બજારમાં આવેલી સ્મિત જવેલર્સની દુકાનમાં ગઈ રાત્રે તસ્કર ટોળકીઍ ચોરીને અંજામ આપ્યો હતો.. કોઈ નાની ચોરી નોહતી પણ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 86.57 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતાં.જોકે સવારે જવેલર્સ માલિક દુકાને આવ્યા ત્યારે તેઓ પણ ચોકી ગયા કેમકે તેમની દુકાન તસ્કરો સાફ કરી ગયા હતાં. ચોરીની ઘટના બાદ કામરેજ પોલીસ સહીત સુરત એસ. ઓ. જી અને ઍક. સી. બી પોલીસ સહીત ઊંચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પોહચી તપાસનો ધમ ધમાત શરૂ કરી દીધો દુકાન સહીત આજુબાજુ વિસ્તારના સી. સી. ટીવી ચેક કરતા તસ્કરો સુધી પોહ્ચવા પોલીસે આકાશ પાતાળ ઍક કરી ગણતરીના કલાકોમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપી રીઢા હોવાનું બહાર આવ્યું.. જુઓ અમારો વિશેષ અહેવાલ…જવેલર્સ ચોરીના તસ્કરો બેનકાબ
કામરેજ પોલીસના જાપ્તા મા ઉભેલા આ બે આરોપીએ ગઈકાલે કામરેજ પોલીસની હદ વિસ્તારમાં આવેલ કઠોર ગામેં સ્મિત જવેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતાં. પરંતુ ચોરીને અંજામ આપી ભાગેલા આરોપી ચોરેલો માલ સંગેવગે કરે ઍ પહેલા પોલીસ હરકતમાં આવી. જવેલર્સ દુકાન અને આજુબાજુ વિસ્તારમાંથી સી. સી. ટીવી ચેક કર્યા અને ચોરીને અંજામ આપનાર પેક્કી ઍક આરોપીની ઓળખ થઇ. અને બસ પછીતો કામરેજ પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસે ઍ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન કામરેજ પોલીસ સ્ટેશનના ઍ. એસ. આઇ નરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ને આરોપીનું પગેરું મળતા કામરેજ પી. આઇ એમ. એમ. ગીલાતર સહીત જિલ્લા ગ્રામ્ય પોલીસ ટિમ વર્ક કરી અરવિંદ બહાદુર ડીંડોવ ને ઝડપી પાડ્યો અને એની તપાસમાં માસ્ટર માઈન્ડ ગુલામ હુસેન ઉર્ફ ગુલ્લુ ઉર્ફ ઈરફાન અને તેનો સાગરીત આકીબ જુનેદનું નામ ખુલતા પોલીસે મુખ્ય માસ્ટર માઈન્ડ ને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી ઍ ચોરેલો માલ કઠોર ગામ નજીક આવેલ બસ સ્ટેન્ડ નજીક ઝાડી મા છુપાવ્યા ની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ચોરેલો તમામ મુદામાલ કબ્જે કરી આરોપીને જેલ ભેગા કરી દીધા છૅ
વિડિઓ જર્નલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ