સુરત ફેક પ્રેસના કાર્ડ બનાવી 4 લોકોએ પડાવ્યા 45 હજાર
6 મહિના સુધી જામીન નહી મળે તેવી ધમકીઓ આપી
પોલીસે તેઓની પાસેથી પ્રેસના આઈકાર્ડ પણ કબજે કર્યા
સુરતના મોટા વરાછામાં કનસલટન્ટને સેન્ટ્રલ બ્યુરોમાંથી આવ્યા છે તમે ડુપ્લીકેટ લાયસન્સ કાઢી આપો છો અને લાયસન્સના વધારે રૂપિયા લો છો, પોલીસ કેસ કરવો પડશે 6 મહિના સુધી જામીન નહી મળે તેવી ધમકીઓ આપી ખંડણી પેટે 45 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં અમરોલી પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી પ્રેસના આઈકાર્ડ પણ કબજે કર્યા હતા
સરથાણા ખાતે રહેતા કેતન અરવિંદ ક્યાડા મોટા વરાછામાં ઓફીસ ધરાવે છે. ગત 17-05-2022 ના રોજ ત્રણ થી ચાર જેટલા ઈસમો તેઓની ઓફિસે આવ્યા હતા અને પોતે સેન્ટ્રલ બ્યુરો માંથી આવ્યા છીએ, તમે ડુપ્લીકેટ લાયસન્સ કાઢી આપો છો અને તમે લોકો પાસેથી વધુ પૈસા મેળવો છો તમારા પર કેસ કરીશું તમને 6 મહિના સુધી જામીન નહી મળે તેવી ધમકીઓ આપી 1 લાખ માંગ્યા હતા અને ત્યારબાદ 45 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે કેતનભાઈએ અમરોલી પોલીસ મથકમાં પીઆઈ વીયુ ગડરીયાને મળી સમગ્ર હક્કિત જણાવી હતી. જેથી પીઆઈએ પીએસઆઈ જે કે બારીયા , એએસઆઈ દીપક ભાઈ મનોહર ભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ ઠક્કરની ટીમ બનાવી તપાસ કરવા સુચના આપી હતી. આ મામલે પોલીસે તપાસ કરી પાસોદરા ખાતે રહેતા પ્રકાશ મોહન મોલિયા, અડાજણ કેનાલ રોડ પાસે રહેતા કાર્તિક ઉર્ફે રાજ વીરેન્દ્ર શેઠ, જહાંગીરપુરા ખાતે રહેતા ઉદિત કુમારપાળ ભાવસાર તથા પાસોદરા ખાતે રહેતા હર્ષિત નરેશ લુખીને ઝડપી પાડ્યા હતા
પોલીસ તપાસમાં પ્રકાશ મોહન મોલિયા પાસેથી ટાઈમ વોચનું પ્રેસનું આઈકાર્ડ, કાર્તિક ઉર્ફે રાજ વીરેન્દ્ર શેઠ પાસેથી મુંબઈ તરંગ ન્યુઝનું જયારે ઉદિત કુમારપાળ ભાવસાર અને હર્ષિત નરેશભાઈ લુખી પાસેથી ડીજીટલ સતર્કનું આઈકાર્ડ મળી આવ્યું હતું. તેમજ આરોપીઓ સેન્ટ્રલ બ્યુરો તેમજ માનવ અધિકાર અને પત્રકાર તથા જાહેર સેવક તરીકેની ખોટી ઓળખ આપી તોડબાજી કરતા હતા
વધુમાં આરોપી કાર્તિક ઉર્ફે રાજ વીરેન્દ્ર શેઠ કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો અને મુંબઈમાં ઠગાઈના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે જયારે ઉદીત ભાવસાર ઇડર ખાતે 2019ની સાલમાં નેગોસીયેબલ એક્ટ મુજબ ગુનો નોંધાય છે. જયારે હર્ષિત નરેશ લુખી કાર લે વેચનો વ્યવસાય કરતો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં અમરોલી પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાના માર્ગ દર્શન હેઠળ પીએસઆઈ જે કે બારિયા અને એએસઆઈ દીપક મનોહર અને કિરીટ રસિક ઠક્કરની સતર્કતાથી આ ગેંગ પકડાઈ છે. આ મામલે અમરોલી પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત