Satya Tv News

કામરેજ ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ

એક સાઢૂ નું ઘટનાસ્થળે જ કરૂણ મોત

જિલ્લા પોલીસે હત્યારા સાઢુ ને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામે આવેલ એક મંદિરમાં ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક નું મોત થયું હતું,ઘટનાને લઈને કામરેજ પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરાઈ છે

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામે ચત્રાલા કોમ્પલેક્ષ ની બાજુમાં બંસી એપારમેન્ટ નજીક આવેલ સૂર્ય મુખી હનુમાનજી મંદિર ના પરિસર ની એક રૂમમાં સિપહિલાલ રામદૂત તિવારી અને તે સાઢુ ભાઈ શિવલાલ પાંડે બેઠા હતા અને પારિવારિક ચર્ચાઓ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ચર્ચા ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો કરતા કરતા મંદિરના પરિસરમાં આવી ગયા હતા અને શિવ લાલ પાંડે એ શાકભાજી સુધારવાની ચપ્પુ થી સિપાહી લાલ તિવારી પર તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઉંડા ઘા ઝીંકી દીધા હતા ત્યારે બન્ને છોડવવા મંદિર ના પૂજારી વચ્ચે પડતા તેઓને પણ ઇજા થઈ હતી,ઘટનામાં સિપાહી લાલનું ઘટના સ્થળે મોત થયું જ્યારે મંદિરના પૂજારી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાને અંજામ આપી હત્યારો સાઢુ ફરાર થઈ ગયો હતો,ઘટનાની જાણ કામરેજ પોલીસ ને થતાં કામરેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો જિલ્લા પોલીસે હત્યારા સાઢુ ને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા છે

વિડિઓ જર્નલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ

error: