સુરત લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કપલ ઝડપાયા
સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમ થય હતી સક્રિય
સાઇબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી છેતરપિંડી કરતાં કપલને ઝડપી પાડ્યું
છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોન આપવાના બહાને લોકોને મશીનમાં ક્રેડિટ કાર્ડ યોજનાના ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરતાં બંટી બબલી સક્રિય થયા હતા જોકે આ મામલે સુરત સાઇબર ક્રાઇમમાં સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી છેતરપિંડી કરતાં બંટી બબલીને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતમાં સતત લોન લેવા ના નામે ઓનલાઇન એપ્લીકેશન થી અથવા કોઈ પણ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ સુરત સાયબર સેલમાં ઉતારતી હોય છે ત્યારે વડોદરા ખાતે રહેતું બંટી-બબલી કપલ સુરતના એક વ્યક્તિને ઋણ આપવાના નામે ઠગાઇ કરી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી સુરતમાં રહેતા એક વ્યક્તિને એક લાખ રૂપિયાની લોનની જરૂર હતી તે સમયે ફેસબુક પર લોકોના નામે એક મેસેજ મુક્યો હતો અને તેના આધારે આ કપલ નો સંપર્ક કર્યો હતો અને કપલ આ યુવકને પહેલા વિશ્વાસમાં લીધો હતો વડોદરા ખાતેની ફાયનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી રૂ 1,00,000 ની લોન અપાવવાનું જણાવી તા 10 – 03 2022ના રોજ સુરત આવીને લોન નામે પી.ઓ.એસ. મશીનમાં ડેબીટ કાર્ડ સ્વેપ કરાવી તેઓની જાણ બહાર તેઓના નામે 50,000ની લોન કરી નાણા બારોબાર ટ્રાન્સ્કર કરી છેતરપીંડી કરવામાં આવી હતી જો કે આ મામલે સુરતના યુવાને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત સાયબર સેલ દ્વારા મિત્તલ મહેન્દ્ર હીરાલાલ પરમાર દક્ષેશ મહેન્દ્ર હીરાલાલ પરમાર વડોદરાનાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છેતરપિંડી કરેલા 50,000 પણ કબજે કરવામાં આવ્યા હતા જોકે આ બંટી બબલી ગેગ દ્વારા ભૂતકાળમાં અન્ય સાથે છેતરપિંડી કરી છે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
વિડિઓ જર્નલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત