Satya Tv News

બારડોલીના બાબેન ગામે રહેતા યુવકને ઉમરાખ ગામના ઇસમે 10 દિવસમાં રૂપિયા ડબલ થતાં હોવાની લાલચે હેલ્પ તું અધર્સ નામની વેબસાઇટ પર ઓનલાઈન આઈડી ખોલાવી 1.60 લાખનું રોકાણ કર્યું હતું જેમાં થોડા સમય બાદ આઈડી બંધ થઈ જતાં બાકી રહેલ 60 હજાર રૂપિયાની ઉઘરાણી કરી ઉમરાખ ગામના 2 ઇસમોએ યુવકને માર માર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બાબેન ગામે દ્વારિકા સોસાયટીમાં ઘર નં. 65માં રહેતા અંકિતભાઈ ભરતભાઇ પટેલ પાસે ઉમરાખ ગામના હર્ષદભાઈ જીવરાજભાઈ પટેલે પોતાના રૂપિયા હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઇટમાં આઈડી ખોલાવી રોકાણ કરવા જણાવેલ જેથી અંકિત પટેલે 16 હજારની એક એવી 10 આઈડી બનાવી હર્ષદભાઈના રૂ.1.60 લાખનું રોકાણ કર્યું હતું જેમાં થોડા સમય બાદ આઈડી બંધ થઈ જતાં 60 હજાર રૂપિયા હર્ષદ ભાઈને ઓછા મળ્યા હતા જે 60 હજાર માટે વારંવાર અંકિત પાસે ઉઘરાણી કરતાં હતા.

ગત 25/3/2022 ના રોજ અંકિત ભાઈને હર્ષદભાઈના ભાઈ મહિપતભાઈએ ફોન કરી જણાવ્યુ કે ઉમરાખ બસ સ્ટેન્ડ પર આવ રૂપિયા માટે વાત કરવાની છે ત્યારે અંકિતે તેઓને ઘરે આવવા જણાવ્યુ હતું પરંતુ મહિપતભાઈએ ઘરે નહીં બહાર જ મળીએ એમ જણાવતા અંકિતે સોસાયટીના ગેટ પર મળવા જણાવ્યુ હતું જ્યાં તેમની સાથે તેમના અન્ય બે મિત્રો પણ હતા અને અંકિત પાસે 60 હજાર બાબતે ઉઘરાણી કરી નાલાયક ગાળો આપી હતી. જેથી અંકિતે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ હર્ષદ ભાઈએ હાથમાં કોઈક વસ્તુ લઈ અંકિતના કપાળ તેમજ મોઢાના ભાગે માર માર્યો તેમજ ઢીક મુક્કી કરતાં સોસાયટીના વોચમેને દોડી આવી અંકિતને છોડાવ્યો હતો જેમાં અંકિત લોહી લુહાણ હાલતમાં પોલીસ મથકે ગયો પરંતુ તેને સારવારની જરૂર હોવાથી પોલીસે સારવાર અર્થે ખસેડયો હતો તેમાં અંકિતના નાકમાં ફ્રેકચર હોવાનું જણાતા નાકના ઓપરેશન માટે ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી બાદ સારું લાગતાં બે માસ બાદ અંકિત પટેલે મહિપતભાઈ જીવરાજભાઈ પટેલ અને હર્ષદભાઈ જીવરાજભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

error: