બપોરના સમયે ખરીદીના બહાને લૂંટ સગીર સહિત ત્રણ ઈસમોએ સોનાનું મંગલસૂત્રની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા
ડીંડોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક આવેલ કોઠારી જ્વેલર્સને ત્યાં લૂંટારાઓ ગ્રાહક બની પ્રવેશ્યા હતા. શરૂઆતમાં જ્વેલર્સ શો રુમમાં રહેલી યુવતી સાથે વાતચીત કરી હતી અને જ્વેલરી ખરીદવા આવ્યો હોવાનો ડોળ કર્યો હતો. એકાએક તક મળતા જ ત્રણેય યુવાનો મંગલસૂત્ર લૂંટીને ફરાર થઈ ગયા હતા. ધોળે દિવસે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપતા ડિંડોલી પોલીસ સક્રિય થઇને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાઇ ગયા હતા.

બપોરના અઢી વાગ્યાના સમયે ખરીદીના બહાને લૂંટારુઓ આવ્યા હતા. ચપ્પુની અણીએ સોનાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઇ ગયા હતા.લૂંટ કર્યા બાદ મોપેડ પર લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા.સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.બપોરના સમયે બનેલી ચકચારીત ઘટનામાં પોલીસ દોડતી થઈ હતી.સગીર સહિત ત્રણ લૂંટારુઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ડીંડોલી પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી. આરોપીઓની શોધખોળ શરૂ કરતા પોલીસે સૌપ્રથમ જ્વેલરીની દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસને ઝડપથી આરોપીઓ સુધી પહોંચવાના પગેરું મળી ગયા હતા. તેમજ ડિંડોલી પોલીસ એ પોતાનું સ્થાનિક નેટવર્ક નો ઉપયોગ કરીને હ્યુમન સોસિસર્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ધોળે દિવસે થયેલી લૂંટ ને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.