નરેશ પટેલની નર્મદા જિલ્લાની મુલાકાતથી રાજકારણ ગરમાયું, અનેક અટકળો વહેતી થઈ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ હાલગુજરાતનાં રાજકારણમાં સતત ચર્ચામા રહ્યા છે. નરેશ પટેલના રાજકારણમા જોડાવા બાબતે અનેક અટકળો થતી રહી છે. જોકે ભાજપા જોડાવા અંગે પણ અનેક વાર તેમની કાર્યક્રમો મા ઉપસ્થિતિ છતાં ભાજપામા જોડાશે કેઅન્ય પક્ષમા તે અંગે સતત અટકળો થતી રહી છે.
નરેશ પટેલ પોતેઅગાઉ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેવ પક્ષનાઅગ્રણીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે.તેઓ ક્યાં પક્ષમાં જોડાશે એ મુદ્દે નરેશ પટેલેનર્મદા દિનેશ પટેલ, ઘનશ્યામપટેલ, પરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી.
રાજનીતિમાં જોડાવવું કે નહિ અને ક્યાંપક્ષમાં જોડાવવું એ મુદ્દે નરેશ પટેલ હાલરાજ્યના વિવિધ જિલ્લાનો પ્રવાસ કરીરહ્યા છેકદાચ એ સંદર્ભે નરેશ પટેલ નર્મદા જિલ્લાનીમુલાકાતે આવી પહોંચ્યા હતા.નરેશ પટેલે રાજપીપલાએ.પી.એમ.સીચેરમેન દિનેશ પટેલનાનિવાસ્થાને નર્મદા જિલ્લા ભાજપપ્રમુખઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા પાસકનવીનર પરેશ.કે.પટેલ સહિત અન્યપાટીદાર અગ્રણીઓ સાથે બંધ બારણેએક બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નરેશપટેલની સ્થાનિક પાટીદારો સાથેઆ એક
શુભેચ્છા મુલાકાત હતી.તેઓ ભાજપમાંજોડાય એવી અમેઅમારી લાગણી નરેશ પટેલસમક્ષ દર્શાવી હતી, જો કે નરેશ પટેલેજણાવ્યું હતું કે પાટીદાર આગેવાનોનેવિશ્વાસમાં લીધા બાદ જ જે તે નિર્ણય લેશે. અમારૂં એવું માનવું છે કે નરેશપટેલનો ભાજપ તરફ ઝુકાવ વધુ છે.તેઓ આવનારા સમયમાં ભાજપમાં જ જોડાશેએવી આશા પણ વ્યક્ત કરી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા