Satya Tv News

અંકલેશ્વર ઓ.એન.જી.સી.બ્રીજ નજીક જીતાલી જકાતથી અંકલેશ્વર તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી હતી જયારે પુત્રનો આબાદ બચાવ થયો હતો

અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ બ્રીજ નગર ખાતે રહેતા જોહેબ સાહબુદ્દીન બાલા અને તેઓના પત્ની તેમજ પુત્ર મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એ.૪૦૪૦ લઇ ભરૂચ ખાતેથી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર ઓ.એન.જી.સી.બ્રીજ નજીક જીતાલી જકાતથી અંકલેશ્વર તરફના માર્ગ ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વહન ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં દંપતીને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં પુત્રનો આબાદ બચાવ થયો હતો અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: