Satya Tv News

આદિવાસી સમાજે મામલતદાર સાગબારાને પાઠવ્યું આવેદનપત્ર
સિંચાઈ, વીજળી તેમજ વિવિધ પ્રશ્નો હલ કરવાની રજુઆત
મુખ્યમંત્રીને સંબોધીને 11000થી વધુ સહી વાળું આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું

સાગબારા મામલતદાર કચેરી ખાતે સામાજિક આગેવાન ડો. કિરણ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજે દેશના રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાત ના મુખ્યમંત્રીને સંબોધીને અગિયાર હજારથી વધુ સહીઓ વાળું આવેદનપત્ર મામલતદાર સાગબારા ને પાઠવ્યું હતું.

જેમાં વિવિધ સ્થાનીક સમસ્યાઓ જેવી કે નર્મદા અને ઉકાઈ જળાશયોમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી, 16 કલાક દિવસ દરમ્યાન ખેતીવાડીની વીજળી, જંગલની જમીનના 7-12 ના ઉતારા મળવા જોઈએ તેમજ ના મંજૂર થયેલ અરજીઓની પુનઃ ચકાસણી, ઉકાઈ- નર્મદાના અસરગ્રસ્ત પરિવારોની લાંબા ગાળે ડૂબાણમાં નહીં જતી જમીનો મૂળ માલિકને મળે, ડૂબાણમાં જતી જમીન પર મૂળ માલિક નો જ હક રહે, સિંચાઈ માટે અસરગ્રસ્તની જમીનો ઉપર વિજ જોડાણ પોલ ઉભા કરવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ કરવા, ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવા, આદિજાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીઓ ને દૂર કરી પેઢી કાર્ડ ઈશ્યુ કરવા, બી.પી.એલ કાર્ડ માં (0 થી 25 ) સ્કોર કરવા, રેશનકાર્ડમાં નામ કમીના મુદ્દે મોંઘવારી દ્રષ્ટિએ ધારાધોરણ નક્કી કરવા જેવા વિવિધ મુદ્દે અગિયાર હજારથી વધુ સહીઓ સાથે બિનરાજકીય રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જે મોટી સંખ્યામાં સરપંચો સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: