Satya Tv News

નર્મદા જિલ્લા કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવ્યો

હોદ્દાઓની વરણીમાં વહાલા દવલાની નીતિ અપનાવતા કોંગ્રેસ કાર્યકરોએ જાહેરમાં વિરોધ કરી હંગામો મચાવ્યો

અમારાવિસ્તારમાંથી સંગઠનમાં કોઈને સ્થાન મળ્યુંનથી.

હારેલાને ઉપર બેસાડો છો અને જીતેલાને નીચે બેસાડો છો?

નર્મદા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ કરી કહ્યું આવા પ્રમુખ ના જોઈએ.

તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાંથી 900જેટલાં કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડ્યા પછી નાંદોદ તાલુકામાં પણ કાર્યકરોની નારાજગી સામે આવી

નર્મદા જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે.તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાંથી 900જેટલાં કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપા માં જોડાઈ ગયા પછી પછી નાંદોદ તાલુકામાં પણ કાર્યકરોની નારાજગી સામે આવી હતી.અને કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો હતો.

આજે રાજપીપળા સરદાર ટાઉન હોલમાં કોંગ્રેસનોનવ સંકલ્પ સંમેલન યોજાયું હતું. સ્ટેજ પરથી કેટલાક હોદ્દેદારોની વરણી કરાઈ હતી અને તેમનું સન્માન કરાયું હતું. તે વખતે આ મુદ્દે હોદ્દેદારોની વરણીમાં કેટલાકને અન્યાય થયો હોવાનું બહાર આવ્યું હતું અને જેને કારણે વિવાદ ઉભો હતો. જેમાં ભરત વસાવા નામના એક કાર્યકરે ઉભા થઈને વિરોધ પક્ષના નેતા સુખરામ અને પૂર્વ રેલ મંત્રી અને રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા સમક્ષસીધા સવાલ કર્યો હતો.

જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભરતભાઈ ચિબાભાઈ વસાવાએ ચાલુ સંમેલનમાં હોબાળો મચાવ્યો
હતો. અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે અમારા
વિસ્તારમાંથી સંગઠનમાં કોઈને સ્થાન મળ્યુંનથી. નાંદોદ ધારાસભ્ય અમારા મતોથી
જીત્યા છે, મારી પુત્રવધુ રવિનાબેન રાહુલવસાવા નાંદોદ તાલુકા પંચાયતમાં જીતી
છે. હારેલા બધા સ્ટેજ પર બેઠા છે.! અનેજીતેલા નીચે બેઠા છે, અમારૂં અપમાન
કરવા અમને બોલાવ્યા છે.? હારેલાને સંગઠનમાં
સ્થાન મળ્યું તો જીતેલાને કેમ હોદ્દા નથીઆપ્યા.?આવી રીતે કોંગ્રેસ નહીં જીતે,તેમણે જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળંદ તરફ અંગુલી નિર્દેશ કરતા જણાવ્યું હતું કે આ પ્રમુખને બદલો.થડીયુ જ ખરાબ છે.તો કોંગ્રેસ કેવી રીતે જીતવાની છે.? આઘટના મામલે ગુજરાત વિધાનસભા વિપક્ષ
નેતા સુખરામ રાઠવાએ કાર્યક્ર ના આક્રોશને વ્યાજબી ગણાવ્યો હતો અનેભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે કાર્યકરની નારાજગી સાચી હતી, મે જાહેરમાં ભૂલ પણ સ્વીકારીછે . સંગઠનમાં
નારાજગી પક્ષને નુકશાન કર્તા છે.એટલે આ બાબતે હું પ્રદેશ સંગઠનને માહિતગાર
કરીશ અને નર્મદા જિલ્લા સંગઠને સુધારા
સાથે વધારવાનો પ્રયત્ન કરીશું.
એમ જણાવતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

આમ કહીને નેતાઓનોજાહેરમાં રીતસરનો ઉધડો લેતાનેતાઓને જવાબ આપવો અઘરો પડી ગયો હતો.નેતાઓએ અને બીજા કાર્યકરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને સ્ટેજ પરથી એવુ પણ બોલાતું હતું કે અમારા ઘરનો મામલો છે એ વાત બહાર ના આવવી જોઈએ. છતાં એ કાર્યકર માન્યા નહોતા. અને તેમને ઉપર બેસવા જણાવતા ઇન્કાર કરી સભા છોડીને ચાલી જતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો. નેતાઓના મોઢા પણ પડી ગયા હતા.

હોદ્દાઓની વરણીમાં વહાલા દવલાની નીતિ અપનાવતા કોંગ્રેસ કાર્યકરનોઆ વિરોધ ભારે પડી ગયો હતો. જોકે કાર્યકરે જાહેરમાં વિરોધ કરી સાબિત કરી બતાવ્યું હતું કે કાર્યકર પક્ષનો પાયો છે એનું માન સન્માન નહીં જળવાય કે એની કદર નહીં થાય તો કાર્યકરો પાર્ટી છોડી જતા હોય છે. આ કાર્યકરે તો નર્મદા કોંગ્રેસ પ્રમુખનોખુલ્લો વિરોધ કરી કહ્યું હતું કે આવા પ્રમુખના જોઈએ.આ ઘટના બતાવે છે કે હવે કાર્યકરો જાગૃત થયાછે.નર્મદા કોંગ્રેસમાંદુભાયેલા કાર્યકરોની નારાજગી સપાટી પર આવે તો નવાઈ નહીં. આજે એક કાર્યકરે હિમ્મત કરી કાલે બીજા કાર્યકરો પણ વિરોધ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી ત્યારે કોંગ્રેસ હાલ તો પોતાના જ ઘરનો વિવાદ સુલઝાવે એ જરૂરી છે. આગામી દિવસોમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડે તો નવાઈ નહીં

આ કાર્યકરનો કહેવાનો આશય એ હતો કોંગ્રેસમાં રહીને તનતોડ મહેનત કરીને આ વિસ્તારમાંથી અમે જીતીએ છીએ. અમે સાચા કાર્યકરો છીએ.ત્યારે અમારું માન સન્માન જળવાતું નથી અમે જીતેલા માણસો હોવા છતાં આજે અમને નીચે બેસવાનો વારો આવ્યો છે.અને હારેલા લોકોને ઉપર બેસાડો છો.એમનું સન્માન કરો છો એમ કરીને હંગામો મચાવી દીધો હતો.ટાઉન હોલના ભરચક આ કાર્યક્રમમાં કાર્ય કરે નેતાઓનો ઉધડો લેતા નેતાઓને પરસેવો વળી ગયો હતો

આ ઘટના નર્મદા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે
આ સંમેલનમાં આજે રેલ મંત્રી નારણ રાઠવાએ ખુદ કબૂલ્યું હતું રાહુલ ગાંધીનેપણ અનેકહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો કામ નથી કરતા. ભાજપના કાર્યકરો બુથ સુધી જાય છે. કોંગ્રેસના કાર્યકરો હોદ્દો લઇ ને કામ નથી કરતા. કોંગ્રેસના કાર્યકરોનું સંગઠન નબળું છે. તેને કારણે કોંગ્રેસહારી રહી છે.એક પછી એક કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે.જ્યારે કોંગ્રેસના કાર્યકરો પક્ષ ના છોડેતે માટેના પણ પ્રયત્નો કરવા પડશેએવી ચિંતા પણ વ્યક્ત કરી હતી
જ્યારે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ કહ્યું હતું કોંગ્રેસના કાર્યકર ને હોદ્દો જોઈએ છે પણ કામ કરવું નથી. તેને કારણે પ્રજાના કામો થતા નથી. તે માટે હવે કાર્યકરોએ સંગઠન મજબૂત બનાવવું પડશે. તેમણે સંગઠન ઉપર પણ ભાર મૂક્યો હતો આમ આ સભામાં કોંગ્રેસના આગેવાનોએ જ કોંગ્રેસની નબળાઈ છતી કરી હતી. હવે તેને સુધારવાના પ્રયત્નો કરવા જણાવી 2022 ની ચૂંટણી જીતવા કાર્યકરોને હાકલ કરી હતી
નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ ભાજપની મોંઘવારી, બેટોજગારી, નોકરીમાં ભરતી સ્ટેચ્યુ ઓફ યુનિટ માં અસરગ્રસ્તો ના પ્રશ્ને ભાજપા સામે આકરા પ્રહારો કર્યા હતા પણ કોંગ્રેસના કાર્યકરે જાહેર વિરોધ કરી નેતાઓ ના ભાષણ પર પાણી ફેરવી દીધું હતું

હવે જોઈ રહ્યું કે આગામી દિવસમાં કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને કેટલો અને કેવી રીતે વિશ્વાસ સંપાદન કરે છે એ હવે જોવું રહ્યું.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા

error: