દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે મંત્રીએ યોજેલી સમીક્ષા બેઠક
કેન્દ્રિય નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. ભાગવત કારડે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત દક્ષિણ ગુજરાતની વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે યોજાયેલ બેઠકમાં બેન્કો દ્વારા કેન્દ્રીય વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરી-પ્રગતિ અંગે આકડાકીય જાણકારી કારડે વિસ્તૃત સમીક્ષા કરી હતી.
રૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યમાભાઇ પટેલ, SLVC ના કન્વીનર મહેશ બંસલ, બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર સંજીવ આનંદ, SBI ના વિભાગીય વડા સૌરભ શર્મા, BOB ના ડેપ્યુટી જનરલ મેનેજર ભવાનીસિંહ રાઠોડ, વિવિધ બેન્કોની વિવિધ શાખાના મેનેજરઓ, લીડ બેન્ક મેનેજરઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ભાગવત કારડે દક્ષિણ ગુજરાતના નર્મદા અને ડાંગ જિલ્લામાં બેન્કીંગ સેવાઓ વધુ સઘન બનાવવા આગામી તા.૧ લી થી તા.૧૫ મી જુલાઈ, ૨૦૨૨ દરમિયાન ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન અને ફાઈનાન્સિયલ લીટરસી સહિત કેન્દ્રીય વિવિધ યોજનાઓ સંદર્ભે વિશેષ જનજાગૃત્તિ ઝુંબેશ હાથ ધરીને જરૂરિયાતમંદ લોકોને ઉક્ત યોજનાઓના મહત્તમ લાભ મળી રહે તે જોવાની બેન્કોનોને મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
કેન્દ્રિય મંત્રી ડૉ. ભાગવત કારડે બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા સહિત ૭ જિલ્લાઓમાં આગામી સમયમાં વિવિધ બેન્કોની નવી ૬૬ જેટલી શાખાઓ ATM સુવિધા સાથે કાર્યરત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સમાજના છેવાડાના આદિવાસી વિસ્તારના લોકો માટે બેન્કીગ સેવાઓ વધુ સુદ્રઢ બનશે. નાબાર્ડ બેન્કને આ વિસ્તારનાં વિકાસમાં પણ વધુ યોગદાન મળી રહે તેવી મારી સૂચના મંત્રીએ આપી હતી.
આ બેઠકમાં કેન્દ્રિય રાજ્યમંત્રી મંત્રી ડોક્ટર કારડે દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ટ નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લામાં કાર્યરત જાહેરક્ષેત્ર, ખાનગી ક્ષેત્રની વિવિધ બેન્કો તેમજ વિવિધ નાણાંકીય સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, મુદ્રા યોજના, સ્ટેન્ડઅપ યોજના, ECLGA યોજના, પ્રધાનમંત્રી એમપ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, પ્રધાનમંત્રી સ્વનિધી અને સ્વસહાય જૂથ વગેરે જેવી યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી અને હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે વિસ્તૃત છણાવટ સાથેની સમિક્ષા કરવા ઉપરાંત આ સંસ્થાઓની ડિપોઝિટ અને એડવાન્સીસ, સીડી, રેશિયો વગેરેની પણ વિસ્તૃત સમિક્ષા કરી મંત્રીએ જે-તે યોજનાના સઘન અને અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું.
વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા