Satya Tv News

રાજસ્થાનના ઉદયપુર ખાતે કનૈયાલાલ ટેલરની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળે આ નિંદનિય કૃત્ય ગણાવ્યું છે. સુરતના વરાછા ખાતે નારેબાજી કરી કનૈયાલાની હત્યા કરનારા આરોપીઓનું પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે જણાવ્યું હતું કે, આ દેશમાં વધતી જતી ઈસ્લામિક જેહાદી માનસિકતા આપણી (હિન્દુઓની) નિષ્ક્રિયતાનું જ પરિણામ છે. જેહાદી રાક્ષસોનો ટાર્ગેટ આજે કમલેશ તિવારી, કીશનભરવાડ, કનૈયાલાલ તો આવતી કાલે આપણે પણ છીએ.
સરકાર એનુ કામ કરી જ રહી છે

છાસવારે બનતી હિન્દુઓની હત્યાઓની ઘટનાઓની પ્રતિક્રિયા અને જડબાતોડ જવાબ આપવા માટે દરેક હિન્દુઓએ બહાર આવવું જ પડશે. માત્ર સરકારોના આધારે આપણે આપણું અસ્તિત્વ નહીં બચાવી શકીએ. સરકાર એનુ કામ કરી જ રહી છે માત્ર સવાલ છે આપણો આપણે આપણી ફરજ કેટલી અદા કરીએ છીએ? તો આવો આપણે સૌ વાદ વિવાદથી ઉપર ઉઠીને દેશ,ધર્મ અને સમાજ પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ અને માતૃભૂમિ પ્રત્યેનું આપણુ રુણ ચુકવીએ.

વર્તમાન સમયમાં કનૈયાલાલની કૃર અને નિર્દયતાથી જે પ્રકારે હત્યા કરીનાખવામાં આવી છે એના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર હિન્દુમાનસ પર આક્રોશ છવાયો છે ત્યારે એ આક્રોશને પ્રગટ કરવા અને આ નિંદનિય ઘટનાની પ્રતિક્રિયા આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમો આપવા આવ્યા છે.

error: