Satya Tv News

પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે શ્રીફળ વધેરી કરાયું લોકાર્પણ
વાહનો ઉપયોગમાં લેવાશે કે પછી ધૂળ ખાશે એ તો આવનાર સમય બતાવશે

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા ત્રણ વાહનોનું લોકાર્પણ કરાયું હતું 

અંકલેશ્વર શહેરના લોકોની સુખાકારી માટે પાલિકા તંત્ર દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે બે ટ્રેકટર અને હાઈડ્રોલિક સીડી વાળી  સ્કાય લિફ્ટ  ખરીદી કરવામાં આવી છે જેને ત્રણેય વાહનોનું આજરોજ પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યા હતા આ લોકાર્પણના કાર્યક્રમમાં કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને નગર સેવકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે હાઇડ્રોલિક સીડી વાળી સ્કાય લિફ્ટથી સ્ટ્રીટ લાઈટ અને ઊંચાઈ વાળા કામો સરળથી કરી શકાશે ત્યારે આ તમામ વાહનો પ્રજાની સુખાકારી માટે જ ઉપયોગમાં લેવાશે કે પછી ધૂળ ખાશે એ તો આવનાર સમય જ બતાવશે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: