Satya Tv News

અંકલેશ્વરમાં કારનો કાચ તોડી ગઠિયાઓ લેપટોપ ઉઠાવી ફરાર

કારચાલક કાર પાર્ક કરી શાકભાજી ખરીદી કરવા ગયાને થઇ ચોરી

GIDC પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી

અંકલેશ્વર GIDCમાં શાકમાર્કેટમાં ઉભી રહેલ કારનો કાંચ તોડી ગાંઠિયાઓ લેપટોપની બેગ સહીત કિંમતી દસ્તાવેજોની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જોકે ચોરીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામ કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરુ કર્યો છે.

અંકલેશ્વર જલધારા ચોકડી પર આવેલ મૌર્ય રેસિડેન્સી ખાતે રહેતા 30 વર્ષીય યુવાન સ્વપ્નીલ વાઘ ગતરોજ બપોરે ધરેથી નીકળી કંપનીના કામ અર્થે બેન્કમાં ગયા હતા. જ્યાં કામ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા. અને જીઆઇડીસી જીઆઇએલ ચોકડી પર આવેલ શાકમાર્કેટ પાસે ગાડી પાર્ક કરી નજીક માંથી ફ્રૂટ ખરીદી તેવો સામે માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા ગયા હતા.

દરમિયાન કિમીયાગર એ તેમની કાર ના પાછળ ના દરવાજા બાજુ માં આવેલ ક્વાર્ટર કાચ તોડી અંદર પાછળ સીટ પર રહેલ લેધર બેગ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. એ પૂર્વે ગાડી અને એક ટાયર નું પંક્ચર પણ કરી દીધું હતું. અને જે બેગમા એચ.પી કંપની લેપટોપ તેમજ કંપની ના અગત્યના દસ્તાવેજો અને સિક્યુરિટી ચેક હતા જે બેગ સાથે ચોરી થઇ જવા પામ્યા હતા.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આજુબાજુ તપાસ કરતા નજીક ના સીસીટીવી માં ઘટના કેદ થઇ જવા પામી હતી. જેમાં એક યુવક કાર પાસે પહેલા ઉભો રહી નીકળ્યો હતો અને થોડી વાર બાદ પુનઃ કાર પાસે આવી બેગ સેરવી નીકળી જતા કેદ થયો હતો. જે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના સ્કેચ તૈયાર કરી લેપટોપ બેગ અને અગત્યના દસ્તાવેજો ચોરી કરનાર કીમિયાગર ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: