ગુજરાતમાં ગઈકાલ કરતાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. 2 3 દિવસથી શાંત પડેલા કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. ત્યારે આજે નવા કોરોનાના વધુ 572 કેસ પોઝિટિવ આવ્યા છે. જેની સામે 498 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3595 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 1 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે ગઈકાલે સોમવારે કોરોનાના 419 કેસ પોઝિટિવ આવ્યા હતા.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 257 કેસ, સુરતમાં 94 કેસ, વડોદરામાં 42 કેસ, ભાવનગરમાં 22 કેસ, રાજકોટમાં 26 કેસ, વલસાડમાં 18 કેસ, નવસારીમાં 16 કેસ, જામનગરમાં 14 કેસ, કચ્છમાં 12 કેસગાંધીનગરમાં 16 કેસ, મોરબીમાં 9 કેસ, ભરૂચ અનેપાટણમાં 8-8 કેસ, મહેસાણામાં 7 કેસ, આણંદમાં 4 કેસ, ખેડામાં 4 કેસ, અમરેલીમાં 3 કેસ, પોરબંદરમાં 3 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, તાપીમાં 2 કેસ, જૂનાગઢમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.