ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 182 મિમી વરસાદ વરસ્યો છે. તેમા પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ પડ્યો. જો કે હજી આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ વધારે રહેશે. જ્યારે દ્વારકા, કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર અને જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે તેમ જણાવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.