Satya Tv News

સમગ્ર રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાથી છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ રાખવાના રહેશે. આ તરફ અમદાવાદમાં પણ ગઇકાલે આવેલા ભારે વરસાદને કારણે આજનો દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા 11થી 14 જુલાઇ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જોકે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં લોકોએ હલકીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદમાં હવે હાલની પરિસ્થિતિને જોતાં જીલ્લા કલેક્ટરે મોટો નિર્ણય કર્યો છે.

error: