Satya Tv News

રોટરી કલબ ઓફ અંકલેશ્વર ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે યોજાયો સમારોહ
રોટરી કલબ ઓફ અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા

રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર પ્રમુખ તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર પ્રમુખ તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ડીસ્ટ્રીકટ ગર્વનર શ્રીકાંત ઇન્દાની અને પૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન મીરાં પંજવાણીએ રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સી.એ.અર્પણ સુરતી અને ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર પ્રમુખ તરીકે દક્ષા વિઠલાણી તેમજ તેઓની ટીમને શપથ ગ્રહણ કરાવ્યો હતો આ શપથ ગ્રહણ સમારોહમાં જીગ્નેશ પટેલ,સંધ્યા મિશ્રા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: