પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી સમસ્યા હલ કરવાની માંગ
હિંસક અથડામણ પણ થવાની શક્યતા હોવાનું લેખીત રજુઆત
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી ગામ લોકો ને અવર જવર માટે રોકનારા માથાભારે ઈસમ વિરૂદ્ધ ગ્રામજનોએ દેડીયાપાડાના પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી સમસ્યા હલ કરવાની માંગ કરી છે,જો આમ નહી કરાય તો હિંસક અથડામણ પણ થવાની શક્યતા હોવાનું લેખીત રજુઆતમાં જણાવ્યું છે.
બનાવ ની વાત કરીએ તોદેડીયાપાડા ગામનો આંતરીક રસ્તો ત્રીમુર્તી-ભરવાડ ચાલી મોઝદા રોડને જોડતોજવા-આવવા માટે અંગ્રેજોના વખતથી સ્ટેશન રોડથી ભરવાડ ચાલી, થાણા ફળિયુથઇને મોજદા રોડ પર જવા માટે મુખ્ય આંતરીક રસ્તો ઘણા વર્ષોથી આવેલ છે અનેરોજીંદા અસંખ્ય લોકો આ રસ્તે થી આવજા કરે છે અને વર્ષોથી પાકો રસ્તો આવેલ છે, પરંતુ સદરહુ રસ્તો તુટી જતા હાલમાં નવો રસ્તો મંજુર હોવા છતાં દેડીયાપાડાનાંજવતની વસાવા જયકૃષ્ણ રામસિંગભાઇ પાકો રસ્તોયેનકેન પ્રકારે આડ -અંતરાય ઉભી કરી રસ્તો બનાવવા અડચણ ઉભી કરી રહેલ છે,અને અહીંયા કોઇપણ તાકાત લગાવો હું રસ્તો બનાવવા દઈશ નહી. ની ધાક ધમકીઓ આપી રહેલ છે.
આ રસ્તો છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આજ દીન સુધી બનાવવા દીધેલ નથી. સદરહુ રસ્તો ઘણાસીટી સર્વે માંથી પસાર થાય છે. પરંતુ સુખાધિકારની આવશ્યક સેવા હોય રસ્તો બનાવવો જરૂરી છે. પરંતુ વસાવા જયક્રુષ્ણ રામસિંગભાઇ એ સરમુખત્યારશાહી વાપરીદેડીયાપાડાનો આંતરીક રસ્તો ત્રીમુર્તી-ભરવાડ ચાલી મોઝદા રોડ તરફ જતો પાકો રસ્તો લોકોની મનમાની કરી સરકાર ના નીતિનિયમો નેવે મુકી જોહુકમીથી રસ્તો પાકો બનાવવા દીધેલ નથી. જેથી રોજીંદા વ્યવહારર્મા જવા – આવવા માલ સામાનનુંવહન કરવા, પાણી ભરવા જવા-આવવા, તેમજ ઢોર-ઢાકર માટે રોજીંદા ઉપયોગ કરવા માટેનો આ રસ્તો હોય છતાં બંધ કરેલ છે, આ રસ્તા સિવાય આ વિસ્તાર માંથી અવર જવર માટે બીજો કોઈ રસ્તો નથી, જેથી પ્રાંત અધિકારીને રૂબરૂ સ્થળ પર આવી નિરીક્ષણ કરવા અને સમસ્યા હલ કરી રસ્તો બનાવી આપવાની લેખીત રજુઆતમાં માંગણી કરવામાં આવી છે,
આ ઉપરાંત જો રસ્તો તાત્કાલિક અસરથી જાહેર હિતમાં ખુલ્લો નહી કરવામાં આવે તો હિંસક રૂપ ધારણ કરવાની પણ પરિસ્થિતિ હોવાનું રજુઆત માં જણાવ્યું છે.
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા