ડાંગ જિલ્લામાં આવેલા અતિભારે વરસાદ બાદ જાનમાલનું ભારે નુકસાન થયું છે. જિલ્લામાં કુદરતી હોનારતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પંથકમાં વરસાદને કારણે ગાંડીતૂર બનેલી નદીઓના પાણી ઓસર્યા બાદ 5 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
ડાંગ જિલ્લામાં આવેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. જેને લઈ જિલ્લાની નદીઓમાં વરસાદી પાણી આવ્યા હતા. જોકે હાલ વરસાદે આરામ લેતા ગાંડીતૂર બનેલી નદીઓના પાણી ઓસર્યા છે. જેને લઈ હવે કુદરતી હોનારતમાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
ડાંગ જિલ્લામાં નદીઓના પાણી ઓસર્યા બાદ હવે મૃતદેહ મળ્યા છે. વિગતો મુજબ ગાંડીતુર બનેલ નદીઓના પાણી ઓસરતા અત્યાર સુધી 5 મૃતદેહ મળ્યા છે. જેમાં આહવા તાલુકામાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે સુબિરમાં પણ 2 મૃતદેહ મળી આવ્યા છે.
ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું. જેને લઈ કાંઠા વિસ્તારના કેટલાય ગામો અસરગ્રસ્ત બન્યા હતા. આ તરફ હવે પૂર્ણાં નદીમાં પાણી ઓસરતા એકજ દિવસમાં 5 મૃતદેહો અલી આવ્યા છે. જે લોકોના નદી અને વરસાદી પાણીમાં તણાઇ જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.