અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે કરાયું અનાવરણ
સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વસવાટ કરતા લોકોમાં દેશ ભક્તિ જળવાઈ રહેત તે માટે નોટીફાઇડ એરિયા ઓથોરીટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને પ્રજ્ઞા ગૃપના દ્વારા રહેણાંક વિસ્તારમાં આવેલ વિવિધ સર્કલ ખાતે દેશ માટે બલિદાન આપનાર મહાનુભાવોની પ્રતિમા મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજી પ્રતિમા મુકવામાં આવી છે જે પ્રતિમાનું આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ગાભાણીના હસ્તે તખ્તી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અનાવરણના કાર્યક્રમમાં મહેશ પટેલ,એઆઈએના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટનેસ કમિટી ચેરમેન હર્ષદ કે પટેલ અને સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર