અંકલેશ્વર બ્રાન્ચ ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા સ્થાપના દિવસનીબેન્ક ઓફ બરોડાના 115માં સ્થાપના દિવસની ઉજવણી કરાય
બેન્ક કર્મચારી દ્વારા બાઈક રેલીનું કરાયું આયોજન.
અંકલેશ્વર ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા 115માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇકરેલી અંકલેશ્વર GIDC થઇ ભરૂચ મુખ્ય બ્રાન્ચ ખાતે પહોંચી હતી.
અંકલેશ્વર બેન્ક ઓફ બરોડા ખાતે બેન્કના 115માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 20 જુલાઈ 1908 મહારાજા સયાજીરાવ ગાયકવાડના નેતૃત્વમાં બેન્કની સ્થાપના થઇ હતી. જ્યાં આજદિન સુધી પાંચ મહાદ્રિપ, 17 દેશ 46 હજાર ટચ પોઇનથી 15 કરોડ ગ્રાહકોને સેવા આપી રહી છે. બેન્ક દ્વારા આજના સમયમાં આધુનિક ટેક્નિકના માધ્યમથી ગ્રાહકોસુધી પહોંચી સરળ અને સચોટ માધ્યમ થકી ફ્રોડના કેસથી બચવવાના પ્રયાસો શરુ કર્યા છે.આ ઉજવણીના ભાગરૂપે બેંકના કર્મચારીઓ દ્વારા એક બાઇકરેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બાઇકરેલી અંકલેશ્વર GIDC બેન્ક ઓફ બરોડા બ્રાન્ચથી નીકળી મહાવીર ટર્નિંગ, ત્રણ રસ્તા સર્કલ, ચૌટાનાકા, અને ત્યાંથી ગોલ્ડન બ્રિજ થઇ ભરૂચ મુખ્ય બ્રાન્ચ પહોંચી હતી. આ સાથે બેંકના કર્મચારી અને અધિકારીગણ દ્વારા એકમેક અને ગ્રાહકો અને જનતાને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર