Satya Tv News

NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય જીત
ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી
ફટાકડા ફોડી અને મિઠાઇ ખવડાવી ભવ્ય વિજયની ઉજવણી કરવામા આવી

NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય જીત થતા ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

ગતરોજ મોડી સાંજે રાષ્ટ્રપતિની ચુંટણીની પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જંગી મતોથી એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય જીત થઇ હતી જે ભવ્ય જીતને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્સવને વધાવી લેવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યલય ખાતે ફટાકડા ફોડી અને મિઠાઇ ખવડાવી ભવ્ય વિજયની ઉજવણી કરવામા આવી હતી આ ઉજવણીમાં ભાજપના શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: