Satya Tv News

નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ઉપર ગ્રામજનોનો હોબાળો
ડમ્પિંગ સાઈટના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત
ગ્રામજનોએ ડમ્પિંગ સાઈટ પર જવાનો રસ્તો તોડી ડમ્પિંગ સાઈટ બંધ કરાવી

ભરૂચ નગરપાલિકા દ્વારા ઉભી કરેલી ડમ્પિંગ સાઈડથી દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ગ્રામજનોએ રોષે ભરાય ડમ્પિંગ સાઇડ ઉપર હલ્લો બોલ કરી સાઈડને બંધ કરાવી હતી

ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે સતત ઘણા વખતથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનુંબર વચ્ચે કંથારીયા ગામની સીમમાં ખેડૂતોના બે ખેતરોમાં ડમ્પીંગ સાઈડ ઊભી કરી દેતા ગ્રામજનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી ગ્રામજનોમાં રોજ જોવા મળી રહ્યો છે . નગરપાલિકા દ્વારા ઉભી કરેલી ડમ્પિંગ સાઈડ થી દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ કર્યા હતા કે આ ડમ્પિંગ સાઈટના કારણે ખેતીમાં ગંદુ પાણી આવી જાય છે અને ખેતીમાં નુકસાન થાય છે સાથે સાથે ગામમાં ઝાડા ઉલટી જેવા રોગોનું પગ પેસારો થઈ ચૂક્યો છે ગ્રામજનોએ રોષે ભરાય ડમ્પિંગ સાઇડ ઉપર હલ્લો બોલ કરી સાઈડ ને બંધ કરાવી હતી..

ભરૂચ નગરપાલિકાએ એક ખેડૂતના ખેતરમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી છે અને વરસાદ વરસવાના કારણે આ ડમ્પીંગ સાઈડની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ખેડૂતો અને ગ્રામજનો ત્રસ્ત થતા ગ્રામજનોએ ડમ્પિંગ સાઈટ પર ચાલતા વાહનોને અટકાવી સાઈડ પર જવાના રસ્તા ને તોડી કાઢી ડમ્પિંગ સાઈડ બંધ કરી હતી અને નગરપાલિકાની કચરાની ગાડીઓને રોકી પરત કરવામાં આવી હતી.ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું હતું કે વહેલી તકે ગામની સીમમાંથી આ ડમ્પિંગ સાઈડ ને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે નહીં તો ગામના લોકો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરશે..

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: