Satya Tv News

અંકલેશ્વર GIDC પ્રકટ રેસિડેન્સીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ LCB પોલીસે ઉકેલયો.

GIDC પોલીસે મોબાઇલ લોકેશનની મદદથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા.

પોલીસે આરોપીઓએ પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી.

અંકલેશ્વર GIDCમાં આવેલ પ્રકટ રેસીડેન્સીમાં થયેલ સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ ૭૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી મામલે GIDC પોલીસે ચાર આરોપીઓને 23 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર GIDCમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ પાસે સ્થિત પ્રકટ રેસીડેન્સીના મકાન નંબર-૧૦માં રહેતા શૈલેશ સંતોષ પાંડે ઝઘડિયા GIDકમાં નોકરી કરે છે. જેઓ ગત તારીખ-૧૭મી જુલાઈના રોજ નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા અને તેઓના પત્ની કલ્પનાબેન પાંડે બાળકો સાથે ઘરે હતા. તે દરમિયાન તસ્કરો મોડી રાતે તેઓના મકાનના ઉપરના માળને નિશાન બનાવી બાજુના મકાનની ગેલેરી વાટે પ્રવેશ કર્યો હતો અને મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા ૫ હજાર તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ૭૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ઘરફોડ ચોરી મામલે તપાસ હાથ ધરતા ભરૂચ LCB પોલીસે મોબાઇલ લોકેશનના આધારે અવિનાશ જાલુંભાઇ બારીયા રહેવાસી હાલ રામદેવ ચોકડી નહેર પાસે મૂળ દાહોદનાઓને ઝડપી વધુ ત્રણ આરોપી વિક્કી રમેશ હઠીલા,અર્જુન ઉર્ફે અજજુ શંકર પલાસ, રાહુલ રત્ના ભામ્ભોર રહેવાસી નીચેના રહેવાસી સિલ્વર પ્લાઝા ઝૂંપડપટ્ટી, મૂળ દાહોદનાઓને ઝડપી પાડી રૂપિયા 23 હજારના ત્રણ મોબાઇલ કબ્જે કરી આગળની વધુ તપાસ GIDC પોલીસે હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: