Skip to main content

Satya Tv News

રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી. આથી, પોલીસને બાતમી મળતા પોલીસ આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

બાદમાં પોલીસ અને ગેંગ બંને વચ્ચે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં એક આરોપી અને એક SOG PSI ઘાયલ થયા. આથી, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બાતમીના આધારે રાજકોટ પોલીસે મિશન પાર પાડ્યું હતું. હાલમાં આ ધાડપાડુ ગેંગને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકવાર ફરી ફાયરિંગ થયાની ઘટના સામે આવતા ક્યાંક પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે થોડાંક દિવસો અગાઉ જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હતું. જેમાં એક કારખાનેદારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે 6 શખ્સની ધરપકડ કરી હતી.

error: