Satya Tv News

ગુજરાત રાજ્યમાં માતા પિતા અને પુત્રીના સંબંધને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક જરૂરિયાતને લઈ માતા પિતાએ દીકરીનો જ વેપાર કરી દીધો. મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રહેવાસી અને હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહી મજુરી કરી પેટિયું રળતા દંતાણી પરિવારની 17 વર્ષીય કિશોરીને તેને માતાપિતાએ માત્ર રૂ.40 હજારમાં દલાલોને વેચી દીધી હતી. તો આ દલાલોએ કિશોરીને બનાસકાંઠામાં મોકલી રૂ.4 લાખમાં લગ્ન કરાવવાનો સોદો તો કરી દીધો, પરંતુ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ હતી. પોલીસ આ કિશોરીનું વેચાણ કરાય તે પહેલા જ કિશોરીને જે જગ્યાએ રાખી હતી તે ડેલ ગામે પહોંચી આ દલાલોના મનસૂબા પર પાણી ફેરવી કિશોરીને દલાલોની ચૂંગલમાંથી મુક્ત કરાવી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના શાહપુરમાં રહેતી રમીલાદીદી અને હંસામાસી નામની બે મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલ ગુલાબબેન મફજી વાઘેલા અને ફૃલબાઈ બળવંતભાઈ વાઘેલાના ઘરે લઈ આવ્યા હતા. ડેલ ગામમાં કિશોરીને મહિલા દલાલે પોતાના ઘરમાં રાખી અને દિયોદર તાલુકાના દેલવાડા ગામના જીવણ જોશી નામના દલાલને સાથે રાખ્યો હતો. જેથી જીવણ જોશી લગ્ન કરવા ઈચ્છુક યુવાનોને બાળ કિશોરીના સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો અને વીડિયો મોકલી દલાલી કરવા લાગ્યો હતો. ત્યારે આ દલાલો કિશોરીને 4 લાખથી વધુના પૈસાથી વેચાણ કરી લગ્ન કરાવાના ફિરાકમાં હતા.

error: