અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર યુવાનને ગંભીર ઈજા
એપલ પ્લાઝા પાસે રઝળતા પશુએ બાઇકને લીધી અડફેટે
બાઈક સવારે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર આવેલ એપલ પ્લાઝા પાસે રઝળતા પશુએ બાઈક સવારે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગતરોજ રાતે અંકલેશ્વરની ભડકોદ્રાના વચનામૃત સોસાયટીમાં રહેતા 35 વર્ષીય જનકસીંગ ઇશ્વરસિંગ દેવડા કોસમડીની રુદ્રાક્ષ સોસાયટીથી રાતે 11 કલાકે પરત ફરતી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝા પાસે રસ્તામાં ગાય આડી આવી ગઈ હતી અચાનક ગાય આવી જતા બાઇક ચાલક યુવાને કાબુ ગુમાવી રસ્તા ઉપર પટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક સવારને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રઝળતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરીટી દ્વારા તાજેતરમાં રઝળતા પશુઓ પકડવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે હાલ તંત્ર પશુ પકડાવનું મુહુર્ત જ જોવાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર