Satya Tv News

આગલે દિવસે રાજપીપળા ટાઉનમા નીકળી પોલીસ વાહનોની ફ્લેગ માર્ચ

100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં થશે વિસર્જન

ચાપતો પોલીસ બંદોબસ્ત

100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં વિસર્જન થશે.એ માટે પોલીસ પ્રશાશન તથા રાજપીપલા નગરપાલિકા દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. વિસર્જન શાંતિ પૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે. જેનાં અનુસંધાને આગલે દિવસે રાજપીપળા ટાઉનમા પોલીસ વાહનોની ફ્લેગ માર્ચ નીકળી હતી.
જેમાં ગણેશ વિસર્જન નિમિત્તે રાજપીપળા ટાઉનમા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન. ચૌધરીની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા તિવિ રાજપીપલા

error: