કોંગ્રેસના બંધના એલાનને મળ્યોઅંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદ
શહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને મળ્યુ સમર્થન
GIDCના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી
કોંગ્રેસના બંધના એલાનને અંકલેશ્વર તાલુકામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો,અંકલેશ્વર શહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને સમર્થન સાંપડ્યું હતું જયારે જી.આઈ.ડી.સી.ના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દે રાજ્યમાં સવારે ૮થી ૧૨ કલાક સુધી કોંગ્રેસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે અંકલેશ્વર શહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને સમર્થન સાંપડ્યું હતું જયારે જી.આઈ.ડી.સી.ના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી જયારે શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લી દુકાનોને આગેવાન મગન પટેલ,ડી.સી.સોલંકી અને યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાની આગેવાનીમાં બજારો બંધ કરાવવા નીકળ્યા હતા આ કોંગ્રેસના બંધના એલાનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય,ચેતન પટેલ,પ્રકાશ પટેલ,અતુલ પટેલ અને કાર્તિક પટેલ,મનુ સોલંકી અને કાર્યકરો જોડાયા હતા.
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર