Satya Tv News

UPના લખીમપુરમાં બુધવારે સગીર દીકરીઓની હત્યાના મામલામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. આ મામલે માતાનો આરોપ હતો કે બાઇક પર આવેલ યુવકોએ બળજબરીથી દીકરીઓનું અપહરણ કર્યું હતું. આ પછી ખેતરમાં બળાત્કાર કર્યો અને પછી હત્યા કરીને લટકાવી દીધી હતી. લખીમપુર પોલીસે ગુરુવારે સવારે 9:15 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી. એસપી સંજીવ સુમને કહ્યું કે નિગાસનની આ ઘટના મામલે અમે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક હિંદુ અને બાકીના યુવક મુસ્લિમ છે. ACPએ કહ્યું કે આ બળજબરીથી અપહરણનો મામલો નથી. દીકરીઓને લાલચ આપીને લઈ જવામાં આવી હતી. ત્યાં તેમની સાથે બળજબરીથી સંબંધ બાંધવામાં આવ્યા હતા. બાદમાં તેમની હત્યા કરીને મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા.

લખીમપુરમાં બે સગી દલિત સગીર બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. આરોપ છે કે બાઇક પર સવાર બે યુવકોએ બંને દીકરીઓનું તેની માતાની સામે જ અપહરણ કર્યું હતું. તેઓ બળજબરીથી દીકરીઓને બાઇક પર બેસાડીને ફરાર થઇ ગયા હતા. બંને બહેનો પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરીને તેમના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધા હોવાના માતાએ આરોપ લગાવ્યા હતા. ઘટના નિગાસન પોલીસ સ્ટેશન વિસ્તારની છે. માહિતી મળતા જ આઈજી લખનૌ રેન્જ લક્ષ્મી સિંહ લખીમપુર પહોંચી ગયા હતા. તેઓએ કહ્યું કે પરિવારે આપેલી ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. આ સાથે જ એસપી સહિત ભારે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખીમપુર મોકલી આપ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ નિગાસણ ચાર રસ્તાને બ્લોક કરી દીધો હતો.
આઈજી રેન્જ લક્ષ્મીસિંહે રસ્તા પર બેસીને પરિવારજનો અને ગ્રામવાસીઓને સમજાવ્યા હતા. તેમણે આરોપીએની સામે કડક કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું.

સગીરાઓની માતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, બુધવારે સાંજે લગભગ 4 વાગ્યે મારી 17 અને 15 વર્ષની બે દીકરીઓ ઘરની બહાર બેસીને વાતો કરી રહી હતી. આ દરમિયાન હું ઘરની બહારના નળ પર વાસણ ધોતી હતી. અચાનક બાઇક પર બે યુવકો આવ્યા અને મારી બંને દીકરીઓને બળજબરીથી બાઇક પર બેસાડીને ઉઠાવી ગયા હતા.

તેમણે વધુમાં જમાવ્યું હતું કે, “આ જોઈને મેં તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ, બાઇકસવાર યુવકે મારા પેટ પર લાત મારી હતી. બદમાશો મારી દીકરીઓને ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગામના અનેક લોકોએ બાઇક પર અને પગપાળા દોડતા બાઇકસવારોનો પીછો કર્યો હતો. પરંતુ, તેઓ પકડાયા ન હતા.” માતાએ કહ્યું, “લાંબા સમય સુધી શોધ કર્યા પછી, બંને પુત્રીઓના મૃતદેહ ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલ શેરડીના ખેતરમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા. મારી મોટી દીકરી ધોરણ 10મા ભણતી હતી અને નાની ધોરણ 7મા ભણતી હતી.

મૃતદેહ મળ્યા બાદ સ્વજનો સહિત ગ્રામજનોએ નિગાસણ ચોકડી પર નાકાબંધી કરી દીધી હતી. આ પછી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોનું એસપી સંજીવ સુમન સાથે પણ ઘર્ષણ પણ થયું હતું. આ પછી, એસપીએ પણ પ્રદર્શનકારીઓને કડક સૂચના આપી હતી. એસ.પીએ કહ્યું હતું કે “કાયદો અને વ્યવસ્થા બધા માટે છે. રોડ ચક્કાજામ કરવો તે વિકલ્પ નથી,” તેમણે કહ્યું કે પરિસ્થિતિને સંભાળવા માટે એડીએમ સંજયસિંહ, એએસપી અરુણકુમાર સિંહ સીઓ સંજયનાથ તિવારી પણ પહોંચી ગયા છે.

દીકરીઓના મૃતદેહ મળ્યા બાદ માતા-પિતાની હાલત કફોડી છે. ઘણો સમય પૂછ્યા પછી પિતાએ કહ્યું, હું ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું. પછી શેરીના એક છોકરાએ મને આખી ઘટના વિશે જાણ કરી, પછી હું પણ તે જગ્યાએ દોડી ગયો જ્યાં બધાં ગયાં હતાં. મારા ગામમાં રહેતા છોકરાઓએ જ મારી દીકરીઓનું અપહરણ કરીને હત્યા કરી નાખી છે.

સમાજવાદી પાર્ટીએ આ મામલે ટ્વીટ કરીને યોગી સરકાર પર હુમલો કર્યો હતો. પાર્ટીના ટ્વિટમાં ઝાડ પર લટકતી બહેનોના મૃતદેહોનો વીડિયો મૂકવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, “મહિલા સુરક્ષાના પોકળ દાવા કરનારા યુપીના મુખ્યમંત્રીનું સત્ય! લખીમપુર ખીરીમાં બે સગીર દલિત બહેનોની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. યોગી સરકારમાં ગુંડાઓ રોજ મા-બહેનોને હેરાન કરે છે તે ખૂબ જ શરમજનક છે! મામલાની તપાસ કરાવી ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, “લખીમપુરમાં બે બહેનોની હત્યાની ઘટના કાળજું કંપાવી દે તેવી છે. પરિવારનું કહેવું છે કે તે બે બહેનોનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. રોજેરોજ અખબારો અને ટીવીમાં ખોટી જાહેરાતો આપવાથી કાયદો અને વ્યવસ્થામાં સુધારો થતો નથી. આખરે યુપીમાં મહિલાઓ સામેના ઘૃણાસ્પદ ગુનાઓ કેમ વધી રહ્યા છે?

error: