Satya Tv News

સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સામસામે ઝપાઝપી થયા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ચોક બજાર પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ફાયરિંગના સમાચાર મળતાં ચોક બજારનો પોલીસ કાફલો દોડતો થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અંગત અદાવતને લઈને ફાયરિંગ કરાયું હોવાની પોલીસ પાસેથી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચોક બજાર પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજુબાજુના CCTV કૂટેજ મદદથી પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓ ને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ મનોજ ગઢવીએ જણાવ્યું હતું કે, હિતેશ સોલંકી નામના ઇસમો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હિતેશના જણાવ્યા મુજબ હેમંત નામના વ્યક્તિ સાથે થોડા દિવસો પહેલા કોઈક બાબતને લઈને માથાકૂટ થઈ હતી, તેની અંગત અદાવત રાખીને મારા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે. ઘટના સ્થળે ઝપાઝપી બાદ આરોપીઓ નાસી છૂટ્યા છે. ઘટના સ્થળ ઉપર તપાસ કરતા હથિયાર અને બાઇક જપ્ત કરવામાં આવી છે.

error: