Satya Tv News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગાંધીનગરમાં ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલનને સમર્થન આપીને સરકાર પાસે સૈનિકોની માંગ પુરી કરવા રજુઆત પણ કરવામાં આવી છે.

ગુજરાતમાં કેટલાય સમયથી જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન ચાલી રહ્યું છે. તે ઉપરાંત ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ પ્રથાને લઈને પણ કર્મચારીઓ નારાજ છે. આ મામલે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે તો ગુજરાતમાં પણ સરકારે જુની પેન્શન યોજના લાગુ કરી દેવી જોઈએ.જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવામાં આવશે.

હાઈકોર્ટે ફિક્સ પગાર મામલે અગાઉ ચુકાદો આપ્યો છે. પરંતુ હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમમાં મુદત પડી રહી છે. સુપ્રીમમાં ચૂકાદો પણ કર્મચારીઓના પક્ષમાં જ આવશે. ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ શોષણની નીતિ છે.સરકાર બનતા અમે બંને નીતિ નાબૂદ કરી દઇશું. માજી સૈનિકો 5 દિવસથી ગાંધીનગરમાં બેઠા છે. તેઓ સરકારની કમિટીને મળીને તેમની માંગણીઓ રજૂ કરવા માંગે છે. પરંતુ સરકાર ધ્યાન આપતી નથી. અમારી પણ માંગણી છે કે સરકાર માજી સૈનિકોની માંગણીઓ પુરી કરે. જિજ્ઞેશ મેવાણી ઉપર અગાઉ પણ ખોટા કેસ કરવામાં આવ્યા હતા તે મુજબ 2016નો ખોટો કેસ કરવામાં આવ્યો છે.

error: