ભરૂચ શહેરમાં માલધારી સમાજના દુધાળા પશુઓના મોત
વળતર ચૂકવવાની માંગ સાથે માલધારી સમાજનો હોબાળો
માલધારી સમાજની ગાયોને પાંજરે પૂરી દેખરેખ રાખવામાં ન આવતા મોત
ગાય અને નાના વાછરડાઓના મોતથી માલધારી સમાજલાલ ગુમ
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કવાયત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ રખડતી ગાયોને પકડી ભરૂચના પાંજરાપોળ ખાતે ખસેડતા કેટલી ગાયના મોત થયા છે સાથે જ ગાયના બચ્ચાઓના મોત થવા સાથે પાંજરાપોળમાં રહેલી ગાયોને લંમ્પી વાયરસ હોવાના કારણે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાઈ તેઓ ભય ઊભો થતા માલધારી સમાજએ ભારે હોબાળો મચાવી વળતરની માંગ ઉઠાવી છે.
શહેરમાં પશુપાલકો સાથે માલધારી સમાજના લોકો વસવાટ કરે છે અને તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રજડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનેટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં કેટલી ગાય અને બચ્ચાના મોત થયા છે અને પાંજરાપોળમાં કેટલી ગાયોની અંદર લંમ્પી વાયરસ હોય જે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાય તેવો ભય ઊભો થયો છે અને પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ