Satya Tv News

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતા પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. જેને લઇ યુવકને ગંભીર ઇજા બાદ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યો હતો. જેથી રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ ચાલક લોકોના ગુસ્સાને જોઈ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી અજીબ અકસ્માતનો ભોગ બન્યો હતો. વિદ્યાર્થી વીશન મૌર્ય ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે મહાનગરપાલિકાની સિટી બસની રાહ જોઈ રહ્યો હતો. સિટી બસ આવતા તે બસમાં ચડવા જ ગયો અને અચાનક ચડતી વેળાએ પગ લપસી જતા તે નીચે પડકાયો હતો. જોકે બસ ડ્રાઈવરે કંઈ પણ જોયા વગર બસને હંકારી દીધી હતી.

નીચે પટકાયેલા વિનસના પગ પરથી બસ ફરી મળી હતી. અને વિનસને કચળી નાખ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી તમામ લોકો એકત્ર થઈ ગયા હતા. 108ને બોલાવી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે ઘટનાને પગલે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તિ ઉઠતા લોકોએ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. લોકોના ગુસ્સાને જોઈ બસ ડ્રાઇવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો.

ઘટનાને પગલે વિદ્યાર્થી વિશન મૌર્યને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિશનનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ ઘટનાને પગલે પાંડેસરા તેરેનામ ચોકડી ખાતે લોકો ભારે ધમાલ બચાવી રહ્યા હતા. જેની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસ ઘટનાઓ સ્થળે પહોંચી આવી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ જતા પરિવારમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. સિટી બસ ડ્રાઇવર સામે પગલા ભરવાની માગ કરી હતી. ત્યારે પોલીસે સિટી બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પરિવારે વિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો.

પાંડેસરાના ઇન્દિરા નગરમાં રહેતા વિજયભાઈ મૌર્ય લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનો પુત્ર વિશન ટ્યુશનથી ઘરે આવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હોવાના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મોત થઈ જતા પરિવાર ગંભીર આઘાતમાં મુકાઈ ગયું છે.

error: