Satya Tv News

હંમેશા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પ્રજા માટે સતત કાર્યરત રહે છે.ત્યારે સુરત પોલીસની એક સરાહનીય કામગીરી તમારુ દિલ જીતી લેશે. આજે માલધારી સમાજના વિરોધને પગલે અનેક લોકો દૂધથી વંચીત રહ્યા છે તો ક્યાંક દૂધને રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર દૂધની મોંકાણ જોવા મળી રહી છે. ત્યારે સુરત પોલીસના એક સરાહનીય પગલાથી આજે લાખો લીટર દૂધ લોકો સુધી પહોંચ્યુ છે.

રાજ્યભરમાં માલધારી સમાજે પશુ નિયંત્રણ કાયદો અને અન્ય મુદ્દાના વિરોધમાં 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે દૂધ વિતરણ બંધ થતા અનેક લોકો દૂધથી વંચીત ન રહી જાય માટે સુરત પોલીસ અને સુમુલ ડેરીના સુચારુ સંકલનથી આજે લાખો લીટર દૂધ, દૂધ વેચાણ કેન્દ્રો સુધી પહોંચ્યુ છે.

સુરત પોલીસે સુમુલ વાહન સાથે પાયલોટીંગ કરી શહેરના દરેક ખૂણામાં 13 લાખ લીટર દૂધ વિતરણ કરાવ્યુ છે. સુમુલ ડેરીનાં વાહનોની સાથે પોલીસની એક ગાડી સાથે રહીને લોકોને દૂધ પહોંચતુ કર્યુ છે. એટલે 13 લાખ લીટર જેટલું દૂધ વેચાણ કેન્દ્ર સુધી સહીસલામત પહોંચ્યુ છે. મળતી માહિતી મુજબ સુમુલ ડેરીનાં 195 જેટલા વાહનો સાથે પોલીસની ગાડી સાથે રહી હતી અને આ માટે ડેરી પરિસરમાં પોલીસની ગાડીઓની લાઇન લાગી છે. સુમુલ ડેરીની એક ગાડીની સાથે પોલીસની પણ એક ગાડી હાજર રહી છે. અને લોકો સુધી દૂધ પહોંચતુ કર્યુ છે. ખરેખર પોલીસની આ સરાહનીય કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માલધારી સમાજે દૂધ વિતરણ નહીં થવાની જાહેરાતને પગલે આજે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. જો કે સુરતમાં પોલીસનાં સહયોગથી અનેક લોકો દૂધ મેળવી શક્યા હતા

error: