Satya Tv News

અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો
અકસ્માતના પગલે બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત
શહેર પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ આરંભી

અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીક આઈસર ટેમ્પો ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

આજરોજ સવારે એકટીવા નંબર-જી.જે.૧૬.ડી.એચ.૫૮૦૬ લઇ એક યુવાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ આઈસર તમેપો નંબર-જી.જે.૦૪.એક્સ.૭૧૦૮ના ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકટીવા સવારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: