સુપ્રીમ કોર્ટે આજે અબોર્શન વિશે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે.કોર્ટે કહ્યું છે કે,દરેક મહિલા સેફ અને લીગલ અબોર્શન કરાવવાની હકદાર છે. પરિણિત અને અપિરિણિત મહિલાઓ વચ્ચે આ મુદ્દે ભેદભાવ રાખવો ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ) એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ભારતમાં તમામ મહિલાઓને મહિલાઓ પસંદ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું છે કે ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અર્થ એ છે કે હવે અપરિણીત મહિલાઓને પણ 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરવાનો અધિકાર મળી ગયો છે. SCએ મેડિકલ એફ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી રુલ્સના નિયમ 3-Bને વિસ્તૃત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સામાન્ય કેસોમાં અત્યાર સુધી 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમયના ગર્ભનો એબોર્શનનો અધિકાર માત્ર વિવાહિત મહિલાઓને જ હતો.
કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી રૂલ્સ દ્વારા અપરિણીત મહિલાઓને લિવ-ઇન રિલેશનશિપમાંથી બાકાત રાખવાનું ગેરબંધારણીય છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારનો અર્થ વૈવાહિક બળાત્કાર સહિત હોવો જોઈએ.
સિંગલ અને અપરિણીત મહિલાઓને ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે.
ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ખંડપીઠે કહ્યું, “વિવાહિત મહિલાઓ પણ બળાત્કારનો શિકાર બની શકે છે. બળાત્કારનો અર્થ છે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા કરવી એ એક હકીકત છે. આવા કિસ્સાઓમાં પણ મહિલા બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે. કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા આ રીતે બળજબરીથી સંબંધના કારણે ગર્ભવતી થાય છે તો એ પણ બળાત્કાર ગણી શકાય. કોર્ટે કહ્યું, ‘કોઈપણ પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે છે કે તે જબરદસ્તી કરવામાં આવી છે તો તેને પણ બળાત્કાર ગણી શકાય છે.
જસ્ટિસ એસ બોપન્ના અને જસ્ટિસ જેપી પારડીવાલાની બનેલી બેન્ચે MPT એક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એક અપરિણીત મહિલા પણ 24 અઠવાડિયાના સમયગાળા સુધી કોઈની પરવાનગી વિના ગર્ભપાત કરાવી શકે છે. હાલના નિયમો મુજબ છૂટાછેડા લીધેલ, વિધવા મહિલાઓ 20 અઠવાડિયા પછી ગર્ભપાત કરાવી શકાતો નથી. જ્યારે, અન્ય મહિલાઓ માટે 24 અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે. મહિલા ગર્ભવતી રહે અથવા ગર્ભપાત કરાવવો જોઈએ તે મહિલાના પોતાના શરીર પરના અધિકાર સબંધિત મામલો છે.