Satya Tv News

અંકલેશ્વરના ONGC દ્વારા 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન કરાયું
કોરોના કાળના વિઘ્ન બાદ અંકલેશ્વરમાં પુનઃ સૌથી મોટા રાવણનું કરાયું દહન
સુરક્ષા વ્યવસ્થાઓ સાથે હજારો લોકો હાજર રહ્યા
મેદાનમાં રામ અને રાવણના યુદ્ધ બાદ રાવણ દહન કરાયું

કોરોના કાળના વિઘ્ન બાદ અંકલેશ્વરમાં પુનઃ સૌથી મોટા રાવણ કરાયું દહન કરાયું હતું. ONGC દ્વારા 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળા બનાવી સાથે રામલીલાના કલાકારો અને એસેટ મેનેજર વિજય ગોખલેના હસ્તે દહન કરાયું હતું. જેમાં મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી નિહાળી હજારો લોકો ચકિત બન્યા હતા.

અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ એટલે વિજય દશમી પર્વ. અંકલેશ્વર ONGC કોલોની ખાતે વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે. ONGC ખાતે રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને લઇ રાવણ દહન કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો, ત્યારે આ વર્ષે રાવણ દહન માટે પુનઃ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના વિશાળ કદના પૂતળા ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ ઉભા કરવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારોની સંખ્યામાં રાવણ દહન કાર્યક્રમ નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા.

જેમાં રામલીલા સમિતિ દ્વારા રામલીલા ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલા રામલીલાના કલાકારો દ્વારા રામ રાવણ યુદ્ધના અંતિમ દ્રશ્ય ગ્રાઉન્ડ પર રજૂ કર્યા હતા.જ્યાં રાવણ અને રામના યુદ્ધ બાદ રામ દ્વારા રાવણના વધ સાથે જ રામ અને કંપનીના એસેટ મેનેજર વિજય ગોખલેના હસ્તે રાવણના બાવળા પર બાણ છોડી રાવણ દહનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ એક પછી એક મેઘનાથ અને કુંભકર્ણનું પણ દહન કરાયું હતું. જે બાદ ભવ્ય આતીશ બાજીનો 15 મિનિટનો શો શરુ થયો હોતો.ફટાકડા અને આકાશી આતીશ બાજી નિહાળી જનમેદની રોમાંચિત બની ઉઠી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: