ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના પગલે અરજદારો અટવાયા
ચાર દિવસથી સર્વર ધીમું ચાલતું હોવાની બૂમ
તંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી
ભરૂચ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી અપૂરતી સુવિધાને પગલે વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
ભરૂચ મામલતદાર કચેરીના કેટલાક વિભાગના કર્મચારીઓ હાલમાં વિવિધ પડતર માંગણીઓને લઇ હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેથી વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો અટવાઈ પડ્યા હતા, જે બાદ કર્મચારીઓ ફરી પોતાની સેવાના કાર્યસ્થળે હાજર થયા છે. જોકે, ભરૂચના કણબી વગમાં આવેલ મામલતદાર કચેરી ખાતે સવારથી લાઈન લગાવી ઉભા રહેતા અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો કચેરી ખાતે પોતાના કામ માટે આવે છે ત્યાં હાજર સ્ટાફ દ્વારા સર્વર ડાઉન હોવા સાથે ધરમ ધક્કા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ