વડોદરા મોટાભાગના વિસ્તારોમાં નાગરિકો કચરાની ડોલથી વંચિત
વડોદરા કોર્પોરેશનના આયોજન સામે અનેક સવાલો
મોટી સંખ્યામાં ધૂળ ખાતી કચરાની ડોલ તંત્રના આયોજન સામે શંકા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાની ડોલ પાછળ ખર્ચો કરવામાં આવ્યો હતો. સંચાલકો દ્વારા કેટલાક વિસ્તારોના રહીશોને આવી કચરાની ડોલના વિતરણમાંથી બાકાત રાખી વધારાના માલસામાન બારોબાર સગેવગે કર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે હવે કચરાની ડોલો ધૂળ ખાતી મળતા વડોદરા કોર્પોરેશનના આયોજન સામે સવાલો ઊભા થયા છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા શહેરમાં પાલિકા દ્વારા સુક્કો તેમજ ભીનો કચરો ઉઘરાવવા માટે અલગ-અલગ કચરાપેટીની ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ પાલિકા દ્વારા કચરાની ડોલના વિતરણમાં કેટલાક વિસ્તારો પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા.જો કે વિવિધ વિસ્તારમાં ફરતા આ કામના કર્મચારીઓ દ્વારા કેટલીકવાર કેટલાક નગરજનોને ડોલનું વિતરણ કર્યા વિના આડેધડ રીતે માત્ર કાગળ ઉપર સહીઓ કરી ડોલનું વિતરણ કરાયું હોવાની પણ બુમો ઉઠી હતી. અને કેટલાક વિસ્તારો પ્રત્યે દુર્લક્ષ સેવી માત્ર ચોપડા ઉપર જ કચરાની ડોલ વિતરણ કરવામાં આવી હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે. આજે પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં નાગરિકો આ પ્રકારની ડોલથી વંચિત છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં ધૂળ ખાતી કચરાની ડોલ તંત્રના આયોજન સામે શંકા ઉભી કરે છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા