Satya Tv News

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં સસ્તા ભાવે વેચાણ કરે છે.

મુંબઈ-મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ થયેલ બોલેરો પીક-અપ ફોર વ્હિલર તેમજ ઈકો કારની ચોરી કરતી રાજસ્થાની “ખટીક ગેંગ”ને સુરત ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી હતી. આ ગેંગ પાસેથી 04 બોલેરો પીક-અપ તેમજ ઈકો કાર મળી કુલ 05 ચોરી થયેલ વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં સસ્તા ભાવે વેચાણ કરે છે. આ ગેંગ સારોલી બ્રીજ નીચે ચોરી કરેલ બોલેરો પીક-અપ સાથે કીશન ખટીક તેમજ ચંદ્રેશ ખટીક ઉભા છે.જે બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે રેડ પાડી આરોપીઓને બોલેરો ગાડીઓ સાથે ઝડપી પાડેલ છે.

આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિ મુજબ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હસન ચાચા નામનો માણસ ગેરેજમાં વેલ્ડીંગનુ કામ કરતો હોય અને આ કામના આરોપીઓ તેના ગેરેજે ફોર-વ્હિલર કાર રીપેરિંગ કરવા અવાર-નવાર જતા હતાં.તે દરમ્યાન હસન ચાચાએ તેમને જણાવ્યું હતું કે પોતાની પાસે મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી મોટા પ્રમાણમાં ચોરી થયેલ બોલેરો પીક-અપ તેમજ ઈકો કાર સસ્તા ભાવે આવે છે જેથી આરોપીઓએ છેલ્લા વર્ષમાં અલગ-અલગ સમયે ચાર બોલેરો પીક-અપ કાર તેમજ ઈકો કાર મળી કુલ્લે પાંચ ચોરીની ગાડીઓ હસન ચાચા પાસેથી સસ્તા ભાવે લઈ પોતાના ધંધાના કામકાજમાં ઉપયોગ કરતા હતા .

error: