રિઝર્વ બેન્કે જણાવ્યું કે તે ભારતમાં ડિજિટલ ચલણને ચકાસવા માટે મર્યાદિત ઉપયોગ સાથે ઇ-રૂપિયાનું પાયલોટ લોન્ચ ટૂંક સમયમાં શરૂ કરશે. સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (CBDC) પર એક કોન્સેપ્ટ નોટમાં, RBIએ જણાવ્યું હતું કે જેમ જેમ આ પ્રકારના પાયલોટ લોન્ચની સીમા અને મર્યાદા વિસ્તરતાની સાથે સાથે RBI સમય સમય પર ઈ-રૂપિયાની વિશેષતાઓ અને ફાયદાઓ વિશે જાણ કરવાનું ચાલુ રાખશે.
ટેક્નોલોજી અને ડિઝાઈન ઉપરાંત, કોન્સેપ્ટ નોટમાં ડિજિટલ રૂપિયાના સંભવિત ઉપયોગો અને ઈશ્યુઅન્સ સિસ્ટમ્સની પણ ચર્ચા કરવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું છે કે તે બેંકિંગ સિસ્ટમ, નાણાકીય નીતિ અને નાણાકીય સ્થિરતા પર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ની પ્રારંભિક અસરોની તપાસ કરી રહી છે. આરબીઆઈ ગોપનીયતાના મુદ્દાઓનું વિશ્લેષણ કરી રહી છે.
જણાવી દઈએ કે CBDCની રજૂઆતની જાહેરાત કેન્દ્રીય બજેટ 2022-23માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી હતી. આ માટે ફાઇનાન્સ બિલ 2022માં RBI એક્ટ, 1934ના આવશ્યક ભાગોમાં જરૂરી સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સીની વ્યાવસાયિક પદ્ધતિઓ પર કામ કરી રહી છે. ડિજિટલ કરન્સી (CBDC) અને ડિજિટલ રૂપિયાની યોગ્યતાઓ વિશે જાગૃતિ લાવવા માટે કન્સેપ્ટ નોટ જારી કરવામાં આવી હતી. આરબીઆઈએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પર તેના કોન્સેપ્ટ પેપરમાં જણાવ્યું હતું કે ઈ-રૂપિયાના ઉપયોગના કેસોની તપાસ એ રીતે કરવામાં આવી રહી છે કે નાણાકીય વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન આવે અથવા તેની અસર નહિવત હોય.
કોન્સેપ્ટ નોટમાં ટેક્નોલોજી અને ડિઝાઇન વિકલ્પો, ડિજિટલ રૂપિયાના સંભવિત ઉપયોગો અને જારી કરવાની પદ્ધતિ જેવી મુખ્ય બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આરબીઆઈ કન્સેપ્ટ નોટ બેંકિંગ સિસ્ટમ, નાણાકીય નીતિ અને નાણાકીય સ્થિરતાના દરેક પાસાઓને ધ્યાનમાં લેશે. કેન્દ્રીય બેંકની જવાબદારી છે કે તે તેના નાગરિકોને વિશ્વસનીય અને જોખમ રહિત ડિજિટલ મની અનુભવ પ્રદાન કરે. આરબીઆઈએ કહ્યું કે તે વપરાશકર્તાઓને ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા કોઈપણ જોખમો વિના, ડિજિટલ સ્વરૂપમાં ચલણમાં વ્યવહાર કરવાનો સમાન અનુભવ પ્રદાન કરશે.