Satya Tv News

સુરત હજીરા ખાતે જેટી પર જહાજોને કિનારા પર લાવવા માટે ટર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટર્ગમાં બેઠેલા 10 જેટલા એસ્સાર કંપનીના સ્ટાફના કર્મચારીઓ દરિયામાં ડૂબ્યા હતા. જે પૈકી આઠ લોકોનો બચાવ કરી લેવાયો હતો. અન્ય બે લોકોની શોધખોળ ફાયર વિભાગે શરૂ કરવામાં આવી છે.

ટર્ગ બોટનો મોટા જહાજોને જેટી સુધી લાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે બોટમાં એસ્સાર કંપનીના 10 લોકો સવાર હતા. જેમાં રસોઈયા સહિતના અન્ય સ્ટાફના માણસો બોટમાં સવાર હતા ત્યારે આ ઘટના બની છે. બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઘટની બની હોવાનું સામે આવ્યું છે. બોટનો
ઓપરેટર અને રસોઈયો લાપતા થતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે

ગઈકાલે મોડી રાતે બોટ ડૂબી હોવાનું જાણવા મળ્યું છે. હજીરાના દરિયામાં આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સ્થાનિક કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. બે લોકો ગઈકાલથી ગુમ થયા હતા તેમને શોધવાની કામગીરી કંપનીના ફાયર વિભાગે કરી હતી. પરંતુ તેઓને ન મળતા આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરાતા કામે લાગી છે.

ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હજીરા દરિયામાં બોટ ડૂબી જતા બે માણસો લાપતા થયા હોવાનો મેસેજ કંટ્રોલરૂમમાં મળ્યો છે. ઘટના ક્યારે બની છે તથા કેટલા લોકો અંદર હતા તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ કંટ્રોલરૂમમાં ઘટનાની જાણ થતાની સાથે જ અમે ટીમ રવાના કરી દીધી છે અને બે લોકો જે લાપતા થયા છે તેને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

error: